કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પોતાના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરમાં વિવિધ વિકાસ યોજનાઓનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પોતાના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરમાં વિવિધ વિકાસ યોજનાઓનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતીને સમગ્ર ભારતમાં સુશાસન દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે આને અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા 25થી 31 ડિસેમ્બર સુધી સુશાસન સપ્તાહ મનાવાઈ રહ્યું છે અટલજીએ પ્રથમવાર સુશાસનની સંરચનાત્મક વ્યાખ્યા કરવાનું કામ કર્યુ અને તેના પછી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વહીવટી સુધારાના દરેક ક્ષેત્રમાં સુશાસનની કલ્પનાને એક મૂર્ત સ્વરૂપ પ્રદાન કર્યુ છે ભલે વહીવટી સુધારા હોય. તાલીમ હોય, પારદર્શિતા લાવવી હોય, ટેકનીકનો ઉપયોગ કરીને સુગમ વ્યવસ્થા કરવી હોય કે પછી લોકોનો બોજ ઓછો કરવો હોય પ્રધાનમંત્રી મોદીજીએ વિવિધ ક્ષેત્રોમાં સુશાસનની એક કલ્પના દેશ સમક્ષ રાખી છે
પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં કેન્દ્રમાં અમારી પાર્ટીની સરકાર આવી છે ત્યારથી અવિરતપણે વિકાસની ગતિ દિન પ્રતિદિન વધતી જાય છે અને આપણા ગુજરાતમાં પણ દરેક ક્ષેત્રમાં વિકાસ થઈ રહ્યો છે શ્રી નરેન્દ્ર મોદીએ 2021માં દસ ક્ષેત્રોમાં 58 સંકેતકના એક સુશાસન ઈન્ડેક્સની શરૂઆત કરીને રાજ્યો વચ્ચે સ્વસ્થ પ્રતિસ્પર્ધાનો આરંભ કર્યો છે 58 સંકેતકોના સૂચકાંકમાં ગુજરાત કમ્પોઝિટ રેન્કિંગમાં ટોચના સ્થાને છે, આ દરેક ગુજરાતી માટે ગૌરવનો વિષય છે
અમદાવાદ-ગાંધીનગરવાસીઓ વચ્ચે ઉપસ્થિત હોવું મારા માટે હંમેશા ખુશીની ક્ષણ હોય છે.
આપે મને મે-2019માં ચૂંટીને સંસદમાં મોકલ્યો ત્યારથી મેં એ જ પ્રયાસ કર્યા કે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર કેવી રીતે દેશનું સૌથી ઉત્કૃષ્ટ લોકસભા ક્ષેત્ર બને ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં નાગરિક, વિદ્યાર્થી અને પ્રવાસી સુવિધાઓને સુધારવા અને વધારવા માટે અનેક એજન્સીઓએ જે કાર્ય શરૂ કર્યા આજે તેમાંથી અનેક કાર્યો અને યોજનાઓનો પાયો નાખવામાં આવી રહ્યો છે અને લોકાર્પણ થઈ રહ્યું છે સુવર્ણ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2019-20 અંતર્ગત ગાંધીનગરના વિવિધ સેક્ટરમાં 12.26 કરોડ રૂપિયાના ખર્ચે ઉદ્યાનોનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો સુવર્ણ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2018-19 અંતર્ગત ગાંધીનગર મહાનગર નિગમ દ્વારા 3 કરોડ 73 લાખ રૂપિયાના ખર્ચે નવીન નગરીય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નવીનીકરણ તેમજ નિર્માણનું કાર્ય કરવામાં આવ્યું
પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી અફોર્ડેબલ હાઉસિંગ અંતર્ગત બાવળા નગરપાલિકા દ્વારા 34 કરોડ રૂપિયાની આવાસ યોજનાનો શિલાન્યાસ, તેનાથી આનવારા સમયમાં લાભાર્થીઓને રહેવા માટે ઉત્તમ આવાસની સુવિધા પ્રાપ્ત થશે મોદીજીના નેતૃત્વમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રના વિકાસ કાર્યો માટે રાજ્ય સરકાર, નિગમ, જિલ્લા તંત્ર, નગરપાલિકા સહિત સ્થાનિક એકમોનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો છે અને તમામના સંયુક્ત પ્રયાસોથી ગાંધીનગર લોકસભા ક્ષેત્ર વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છ
કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે પોતાના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરમાં વિવિધ વિકાસ યોજનાઓનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા. આ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત હતા.
આ પ્રસંગે પોતાના સંબોધનમાં શ્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતીને સમગ્ર ભારતમાં સુશાસન દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે. જેને અનુલક્ષીને જ ગુજરાત સરકાર દ્વારા 25થી 31 ડિસેમ્બર સુધી સુશાસન સપ્તાહ મનાવવામાં આવી રહ્યું છે. જેના અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી અને વિવિધ મંત્રીગણો દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓ તથા ગામોમાં વિકાસની વિવિધ પરિયોજનાઓને લઈ જવાનું કામ નિયમિત રીતે કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે જ્યારથી પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં કેન્દ્રમાં અમારી પાર્ટીની સરકાર આવી છે ત્યારથી અવિરતપણે વિકાસની ગતિ પ્રતિદિન વધતી જાય છે અને આપણા ગુજરાતમાં પણ દરેક ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો છે. ગુજરાતમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2022 વિકાસની આ ગતિને વધુ આગળ ધપાવશે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે અટલ બિહારી વાજપેયીજીએ પ્રથમવાર સુશાસનની સંરચનાત્મક વ્યાખ્યા કરવાનું કામ કર્યુ અને તેમના પછી પ્રધાનમંત્રી શ્રી નરેનદ્ર મોદીએ વહીવટી સુધારાના દરેક ક્ષેત્રમાં સુશાસનની કલ્પનાને એક મૂર્ત સ્વરૂપ પ્રદાન કર્યુ છે. ભલે વહીવટી સુધારા હોય, તાલીમ, પારદર્શિતા લાવવી, ટેકનીકનો ઉપયોગ કરીને સુગમ વ્યવસ્થા કરવી હોય કે પછી લોકોનો બોજ ઓછો કરવો હોય પ્રધાનમંત્રી મોદીજીએ વિવિધ ક્ષેત્રોમાં સુશાસનની એક કલ્પના દેશની સામે રાખી છે. શ્રી શાહે કહ્યું કે તેમના નેતૃત્વમાં ભારત સરકાર અને રાજ્ય સરકારોએ સુશાસનના અનેક કાર્યો કર્યા છે.
