પત્નીની દુષ્કર્મની FIR રદ માતા-પિતાને ૩૦ હજારનો દંડ , માતા પિતા દ્વારા બાળલગ્ન કરાવી બાળકોનું બાળપણ બરબાદ કરવામાં આવી રહ્યું છે : ગુજરાત હાઈકોર્ટ
પત્નીની દુષ્કર્મની FIR રદ માતા-પિતાને ૩૦ હજારનો દંડ , માતા પિતા દ્વારા બાળલગ્ન કરાવી બાળકોનું બાળપણ બરબાદ કરવામાં આવી રહ્યું છે : ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઇકોર્ટે ૧૬ વર્ષની સગીરા દ્વારા તેના સગીર પતિ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ દુષ્કર્મની એફઆઈઆરને રદ કરી હતી પરંતુ આ કેસમાં વર-વધુના માતા-પિતાને ૩૦ હજાર રુપિયાનો દંડ કર્યો છે. જો કે કોર્ટે નોંધ્યું છે કે માતા પિતા દ્વારા બાળલગ્ન કરાવી બાળકોનું બાળપણ બરબાદ કરવામાં આવ્યો છે. પાંચ વર્ષ જુના બાળલગ્નના આ કિસ્સામાં સગીર પત્નીએ તેનાં પતિ (લગ્ન સમયે સગીર) સામે ૨૦૧૬માં સાસરિયાના ઘરે લઈ જવામાં આવી ત્યારે તેની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધવાની એફઆઈઆર દાખલ કરી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા મહત્વપૂર્ણ ચુકાદામાં નોંધવામાં આવ્યું હતું કે, આ દેશનો કાયદો માતા-પિતા સાથે તેમના બાળકોના અધિકારીઓનું પણ ધ્યાન રાખે છે. જો કે તેમની પ્રાથમિકતા બાળકોનું કલ્યાણ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના શબ્દોનું ચુકાદામાં વર્ણન કરતા નોંધ્યું હતું કે, સારા ઘરથી સારી કોઈ શાળા નથી અને સારા મા-બાપથી વધુ સારો કોઈ શિક્ષક નથી. ગુજરાત હાઈકોર્ટે એફઆઈઆર રદ્દ કરતા નોંધ્યું હતું કે બંને પક્ષ વચ્ચે સમાધાન થઇ જતાં અને તેમના પરિવારો વચ્ચે વધુ સ્થિતિ ન બગડે અને અરજદાર પતિ અને પત્ની સારી રીતે જીવન ગુજારી શકે તેને ધ્યાનમાં રાખીને એફઆઈઆર અને તેનાથી થતી કાર્યવાહી રદ કરવામાં આવે છે. આ કેસમાં કોર્ટ, રજીસ્ટ્રી સહિત અન્યનો સમય વ્યર્થ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે બંને અરજદાર પતિ અને ફરિયાદી પત્નીના માતા-પિતાને ૩૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ દંડ હાઈકોર્ટની રજીસ્ટ્રી સમક્ષ જમા કરાવવાનો આદેશ કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું હતું કે તપાસ અધિકારીને બંને પત્ની અને અરજદાર પતિના લગ્નનાં આમંત્રણ પણ મળી આવ્યાં છે. જેથી સ્પષ્ટ થાય છે કે બંનેના લગ્ન ૭મી ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ કરવામાં આવ્યાં હતાં. બંને પક્ષના વકીલો તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, પત્ની અને અરજદાર પતિના સમુદાયમાં બાળલગ્નની કુ-પ્રથા હજી પણ પ્રચલિત છે અને તેના લીધે બંનેના માતા-પિતાએ સગીર અવસ્થામાં જ તેમના લગ્ન કરાવી દીધાં હતાં.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/