સંસ્કારી નગરી વડોદરા ઉપર કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તાર માં ચાલતા જુગાર નું ગ્રહણ (વરલી મટકા ના આંકડા) ! કોની પરવાનગી થી ચાલી રહ્યો છે જુગાર !?
વડોદરા ના કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તાર માં ખુલ્લેઆમ જાહેર માં સટ્ટા જુગાર ચાલી રહ્યું છે, સ્થાનિકો નો માથાનો દુઃખાવો બન્યો!
વડોદરા શહેર માં કારેલીબાગ પોલીસ સ્ટેશન માં આવતો નવી ધરતી રાણા વાસ વિસ્તાર માં ખુલ્લેઆમ સટ્ટો જુગાર ચાલી રહ્યો છે, જાગૃત નાગરિકે અનેક ફરિયાદો કરી હોવા છતાં પોલીસ એ કોઈ કાર્યવાહી કરી નથી!
જ્યાં આ સટ્ટા જુગાર ( વરલી મટકા ના આંકડા ) નો ગોરખ ધંધો ચાલી રહ્યો છે તે વિસ્તાર ના લોકો અને નાના બાળકો ને ખરાબ સંગત ની અસર પડી શકે છે, કારેલી બાગ પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવતા નવી ધરતી રાણા વાસ માં ચાલતા સટ્ટા જુગાર ( વરલી મટકા આંકડા ) ના ધંધા વિરુદ્ધ જાગૃત નાગરિકે ફરિયાર આપેલ તેમાં આ ગોરખ ધંધો ચલાવતા ના નામો જાહેર કરેલ છે તેમાંના (૧) અમિત વિજયભાઈ રાણા (૨) દિવ્યેશ વિજયભાઈ રાણા (૩) ભાવનાબેન કિશોરભાઈ રાણા (૪) દક્ષિતા સન્ની રાણા (૫) સોભણાબેન કિરણ ભાઈ રાણા ના નામ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમાંથી દિવ્યેશ વિજયભાઈ રાણા નું નામ સટ્ટા નાં કિંગ તરીકે ઓખવામાં આવે છે તેવો ઉલ્લેખ આ અરજી માં કરવામાં આવ્યો છે,
જાગૃત નાગરિકો એ અનેક ફરિયાદો કરી હોવા છતાં બેફામ ચાલી રહ્યો છે (વરલી મટકા ના આંકડા) જુગાર નો ગોરખ ધંધો, જુગાર રમવા આવતા કેટલાય લોકો અભદ્ર ભાષા જોરજોરથી બોલતા હોય છે વધુ માં કેટલાક જુગારી દારૂ નો નશો કરી ને આવતા હોય છે, આ સમગ્ર બાબતે સ્થાનિકો માં ભય નો માહોલ જોવા મળે છે, અમારી ચેનલ નૈતિક સમાચાર (NS NEWS) દ્વારા વિસ્તાર ના પોલીસ ઇન્સ્પેકટર સાથે વાત કરતા તેઓ એ આ જુગાર ને ખાલી દેખાવ પૂરતો બંધ કરાવ્યો હશે ??
આ જુગાર રાબેતામુજબ ચાલી જ રહ્યો છે અને પોલીસ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.
સવાલ એ ઉભો થાય છે કે જુગાર ચલાવવા કોણે કેટલા નો હપ્તો પોહચતો હશે ???
શુ વડોદરા પોલીસ ના માથે કલંક સમાન આ ખુલ્લે આમ જુગાર ચાલે છે ??
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/