સયાજીગંજ પોલીસે પઠાણ ગેંગના ઝુબેર સહીત 8 શખ્સો સામે ગુનો નોંધીયો

વિશ્વવિખ્યાત મહારાજ સયાજીગાવ યુનિ.માં અરાજકતા ફેલાવવા માટે જાણીતી પઠાણ ગેંગ દ્વારા યુનિ. હેડઓફીસ ખાતે ગત 26 એપ્રિલના રોજ વીપી સલોની મિશ્રા સહીતની વિદ્યાર્થીની પર અપશબ્દોનો મારો ચલાવી એસિડ ફેંકવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે સયાજીગંજ પોલીસે પઠાણ ગેંગના ઝુબેર સહીત 8 શખ્સો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. જોકે પઠાણ ગેંગ સામે ભુતકાળમાં છેડતી, મારામારી, કેમ્પસમાં ગુંડાગીરી જેવી અનેક ફરીયાદો નોંધાઇ છે. ત્યારે આ મામલાની ગંભીરતા જોતા પઠાણ ગેંગના મુખીયાની આજે ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી હતી.
ક્રાઇમ બ્રાન્ચે આ મામલે પઠાણ ગેંગના મુખીયા ઝુબેર સમસુહન પઠાણની અટકાયત કરી હતી. ક્રાઇમ બ્રાન્ચમાં અત્યાર સુધી શહેરના અનેક માથાભારે તત્વો કુકડો બન્યા છે. ત્યારે આજે પઠાણ ગેંગનો ઝુબેર પણ ક્રાઇમ બ્રાન્ચમા કુકડો બની ગયો હતો. ઝુબેર પઠાણે ક્રાઇમ બ્રાન્ચમાં સ્વિકારી લીધું કે આજ પછી તે કોઇ છોકરીની સામે જોવે નહીં અને તે મુરગો બની ગયો છે, કુકડે કુક.. કુકડે કુક…
પઠાણ ગેંગ છેલ્લા ઘણા સમયથી યુનિ. કેમ્પસ અને હોસ્ટેલ કેમ્પસમાં આતંક મચાવી રહીં હતી. આ ગેંગના માથાભારે શખ્સોના કારણે અન્ય વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓનુ કેમ્પસમાં પગ મુકવી ભારે થઇ ગયું હતું. તેવામાં યુનિ.ના વિદ્યાર્થીઓનુ નેતૃત્વ કરતી વી.પી સલોની મિશ્રાને એસિડ એટેકની ધમકી આપતા, આજે પઠાણ ગેંગનો મુખીયા ઝુબેર ક્રાઇમ બ્રાન્ચમાં કુકડો બની ગયો હતો.
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)