રાજકારણ

દરિયાપુર વિધાનસભા માં ત્રિકોણિયો જંગ તો ખરી પણ કોના વચ્ચે ?

2022 વિધાનસભા ઈલેક્શન નું બ્યુગલ વાગી ચૂક્યું છે દરેક પાર્ટી પોત પોતાનું એડી ચોંટી નું જોર લગાઈ રહી છે ભાજપ/કોંગ્રેસ /અને આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરી ગઇ છે ભૂતકાળ ના ઈલેક્શન ની જો વાત કરીએ તો નાની મોટી પાર્ટી ઓ અછી ભલી પાર્ટી નો ખેલ બગાડી નાખે છે ગણા એવા પાર્ટી ના પાયા ના કાર્યકર્તા જે વર્ષો થી પાર્ટી માં સેવા આપતા નજરે પડ્યા છે અને ક્યાંક ને ક્યાંક પાર્ટી સરવાળે તેના ઉપર વિશ્વાસ રાખીને પાર્ટી ની ટિકિટ પણ આપે છે અને તે કાર્યકર્તા નો ઉત્સાહ અને ઉમંગ વધારે પણ છે પણ ગણી વખત એવું પણ બની જાય છે કે હાથી નીકળી જાય અને પૂંછડી રહી જાય ક્યાંય કોક ના લીધે બે મત થી પણ હાર નો સામનો કરવો પડે છે
જો વધુમાં વાત કરીએ તો હાલ 2022 નું ઈલેક્શન નક્કી થઇ ગયું છે અને મોટા ભાગની સીટો ના ઉમેદવાર પણ નક્કી થઇ ગયા છે તેવામાં દરિયાપુર વિધાનસભા માં છેલ્લા બે ટમ થી કોંગ્રેસ નો દબદબો છે અહીંયા બે ટમ થી ભરત બારોટ ને ટિકિટ મળી તી અને બન્ને વખતે ઉંધા માથે પડવાનો વારો આવ્યો પણ હવે જુના જાણીતા પણ દરિયાપુર વિધાનસભા માં નવો ચહેરો એટલે કૌશિક જૈન ને ટિકિટ આપવામાં આવી છે બાહુબલી સમાન ગણાતો આ ગઢ હવે એક ચેલેન્જ માં તબદીલ થવા જઇ રહ્યો છે સામે આમ આદમી પાર્ટી એ દરિયાખાન ઘુમ્મ્ટ ( કોટર્સ ). માંથી એક નવો ચહેરો ઉભો કર્યો છે જે કદાચ કોંગ્રેસ ની સીટ ને નુકશાન કારક બની શકે છે તેવુંજ શાહપુર હલીમની ખડકી સદુમાતા ની પોળ માં રહેતા અને વર્ષો થી હિન્દુત્વ નું સન્માન જાળવી રાખતા ભારતીય જન ક્રાંતિ દળ ( ડેમો ક્રેટીકપાર્ટી ) ના પ્રેદેશ અધ્યક્ષ સુરેશ એમ બારોટ પણ જો દાવેદારી નોંધાવે તો કૌશિક જૈન ને નુકશાન કારક સાબિત થાય તેમ છે ? હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આખરે દરિયાપુર ની બાજી કોણ મારી જશે અને કોના માથે ચડશે તાજ

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button