મીરજપુર કોર્ડ પાસે આવેલ રાધા ઇન્ડિયન ગેસ એજન્સી કેટલી યોગ્ય ??

CNG અને LPG ગેસ સિલિન્ડર માં દિવસે ને દિવસે સતત વધારો થઇ રહ્યો છે તેવામાં સામાન્ય માણસ ને ઘર ચલાવું ખુબજ મોંઘુ થઇ ગયું છે તેવામાં સરકાર દ્રારા અપાતી સબસીડી પણ બંધ કરી દેવામાં આવી છે આજે ગેસ એક હજાર ને પાર પોહચી ગયો છે ત્યારે અમુક ગેસ એજન્સી ની મેલી મુરાદો સામે આવી છે ટેવામાં સામાન્ય પરિવાર ને પોતાનું જીવન ચલાવવુ ખુબજ માઠું થઇ ગયું છે જેમાં અમદાવાદ ના મીરજાપુર કોર્ડ ની સામે આવેલ રાધા ગેસ એજન્સી ના મળતીયાઓ દ્રારા આપતો ગેસ સિલિન્ડર કેટલો યોગ્ય છે ? મળતી માહિતી અનુસાર જે સિલિન્ડર ઘર વપરાશ માટે આપવામાં આવે છે તેમાંથી દરેક બોટલ માંથી બે-થી ત્રણ કિલો ગેસ પેન્સીલ જેવા સાધન તેમજ રેગ્યુલર જેવા સાધન થી કાઢી ને ગ્રાહકો ને આપવામાં આવે છે કેમ ? અહીંયા રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસે ક્યાંક ને ક્યાંક છેતરપીંડી કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે ? ડિલિવરી બાય તરીકે બે થી ત્રણ જણા એક ટેમ્પા માં સામાટે અને કેમ ? ડિલિવરી બોય દ્રારા શુ I.O.C. તેમજ પુરવઠા વિભાગ ના કાયદાને ઘોડી ને પી ગઈ છે કે શું ? કંપની તરફથી રખાતો ગેસ સિલિન્ડર નો જથ્થો ઘીચ વિસ્તારમાં રાખવામાં આવે છે જ્યાં કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ ? અને કોને પરમિશન આપી હશે આટલો મોટો જથ્થો ઘીચ વિસ્તારમાં રાખવા માટે તેપણ એક તપાસ નો વિષય છે ? નાતો ડિલિવરી બોય સેફટી બોટલ રાખે છે નાતો આ ગોડાઉનમાં ક્યાંય સેફટી દેખાય છે . તો શું પુરવઠા વિભાગ કે તોલમાપ વિભાગ કે IOC વિભાગ કોઈ પણ પ્રકારના પગલાં ભરશે કે મોંન રહશે એ જોવાનું રહ્યું