રાજકારણ

રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જમાલ સિદ્ધિની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય લઘુમતી મોરચાનું મીડિયા વર્કશોપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય કાર્યાલય દિલ્લી ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જમાલ સિદ્ધિની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય લઘુમતી મોરચાનું મીડિયા વર્કશોપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય મીડિયા પ્રભારી શ્રી અનિલ બલુની જી, રાષ્ટ્રીય મીડિયા પ્રવક્તા શ્રી સુધાંશુ ત્રિવેદીજી, શ્રી આર પી સિંગજી, શ્રી શહેજાદ પુનાવાલા જી, લઘુમતી મોરચાાના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી સૈયદ ઝફર ઇસ્લામજી, મીડિયા પ્રભારી શ્રી યાસિર જીલાની જી અને દેશના તમામ રાજ્યોના મીડિયા પ્રભારી, સહ પ્રભારી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી વંદે માતરમ ના ગાનથી કરવામાં આવી હતી જેમાં રાષ્ટ્રીય પ્રભારી અને પ્રવક્તાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાર્ટીના વેગ વધારવા મીડિયાની મહત્વની ભૂમિકા છે જેને લઈ કઈ રીતે આગળ વધવું તેનું જ્ઞાન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ નું આયોજન રાષ્ટ્રીય મીડિયા પ્રભારી યાસિર જિલાની દ્વારા કરવામાં આવ્યું હતુ જેમાં દેશના તમામ રાજ્યોના મીડિયા પ્રભારી સહ પ્રભારી ઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની આભાર વિધિ દિલ્હી પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ ઈમ્તિયાઝ દ્વારા કરવામાં આવી હતી તે બાદ રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો જેમાં ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચા તરફથી સલીમભાઈ અજમેરી આમંત્રિત કારોબારી સભ્ય ગુજરાત પ્રદેશ ઉપસ્થિત રહ્યા હતા અને સલીમભાઈ અજમેરી દ્વારા ગુજરાત પ્રદેશ લઘુમતી નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button