ઇંગ્લીશ ગુરુકુળ સંસ્થા દ્વારા સ્કૂલ બોર્ડના ૧.૭૨ લાખ વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા સજ્જતાનો મળી રહેલો લાભ

ઇંગ્લીશ ગુરુકુળ સંસ્થા દ્વારા સ્કૂલ બોર્ડના ૧.૭૨ લાખ વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા સજ્જતાનો મળી રહેલો લાભ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ હસ્તકની ૪૫૩ મ્યુનિ. શાળાઓમાં ૧,૭૨,૫૭૬ વિદ્યાર્થીઓ , ૪૫૮૬ શિક્ષકોની મદદથી ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂ માધ્યમમાં અભ્યાસ કરી રહ્યા છે.
મ્યુનિ. શાળાઓમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને સહ શૈક્ષણિક અનેક વિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને ભાષા સજ્જતા, STEM (Science, Technology, Engineering. Mathematics) ગણિત વિજ્ઞાન પ્રદર્શન, કલા સંગીત, ચિત્ર સાહિત્ય, વકતૃત્વ, રમત ગમત ક્ષેત્રે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ મ્યુનિ. શાળાઓમાં કરાવવામાં આવે છે.
માન. મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાની સાહેબની પ્રેરણા અને માર્ગદર્શનથી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની અનુક્રમે ૨૯૭ ગુજરાતી માધ્યમની અને ૫૬ અંગ્રેજી માધ્યમની એમ કુલ ૩૫૩ મ્યુનિ. શાળાઓના બાળકો અંગ્રેજી ભાષામાં નિપુણતા અને સજ્જતા કેળવી શકે તે હેતુથી ઇંગ્લીશ ગુરુકુળ સંસ્થા દ્વારા મ્યુનિ. શાળાના બાળકોને ઓનલાઇન એપ્લિકેશનની મદદથી અંગ્રેજી ભાષા શીખવવામાં આવી રહી છે. સૌપ્રથમ ઇંગ્લીશ ગુરુકુળ સંસ્થા દ્વારા ૫ ગુજરાતી માધ્યમ અને ૫ અંગ્રેજી માધ્યમની એમ કુલ ૧૦ મ્યુનિ. શાળાઓમાં પાયલોટ પ્રોજેકટ હાથ ધરવામાં આવેલ હતો. પાયલોટ પ્રોજેકટના પરિણામોની સમીક્ષાના આધારે માન. મ્યુનિ. કમિશનરશ્રી દ્વારા ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમની તમામ શાળાઓમાં પ્રોજેકટ અમલ કરવા માટે સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હતું. માન. કમિશનરશ્રીએ કરેલ સુચન મુજબ સ્કૂલ બોર્ડના તમામ વિદ્યાર્થીઓ કોઇપણ પ્રકારના ખચકાટ વગર આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે અંગ્રેજી બોલી શકે તે જરૂરી છે. આ પ્રોજેકટ ટીચર એપ્લિકેશન અને વિદ્યાર્થી એપ્લિકેશન એમ બે ભાગમાં વહેંચાયેલો છે. શાળા કક્ષાએ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ટીચર એપ્લિકેશનની મદદથી પ્રત્યેક અઠવાડિયે અંગ્રેજી ભાષાનો એક તાસ લેવામાં આવે છે. હાલમાં ૧,૧૨,૦૦૦ વિદ્યાર્થીઓને ઇગ્લીંશ ગુરુકુળ સંસ્થાની મદદથી અંગ્રેજી શીખવવામાં આવી રહ્યુ છે. જેમાં વિદ્યાર્થીઓને વાર્તા આધારિત વિડિયોના માધ્યમથી અંગ્રેજી વાચન, લેખન, અંગ્રેજીમાં વાતચીત જેવી અંગ્રેજી ભાષા સજ્જતાની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇગ્લીંશ ગુરુકુળ સંસ્થા દ્વારા દક્ષિણ ભારતના કર્ણાટકા, આંધ્રપ્રદેશ અને તેલગાંણા અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની શાળાઓની મુલાકાતના અંતે કરેલ સંશોધનોના તારણો મુજબ
આમ, બેંગલોરની સંસ્થા દ્વારા ૪ રાજયોની શાળાઓની મુલાકાતના અંતે મ્યુનિ. સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓમાં આપવામાં આવી રહેલુ શિક્ષણ માળખાકીય સુવિધાઓ , ટેકનોલોજીયુકત, ગુણવત્તાલક્ષી અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- ૨૦૨૦ના લક્ષ્યાંકો સિદ્ધ કરવાના દિશા મુજબ અંગેનો રિપોર્ટ આપવામાં આવતા સ્કૂલ બોર્ડ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સહયોગથી કરવામાં આવી રહેલા પ્રયત્નોને અનુબોધન આપે છે અને વિદ્યાર્થીઓને આપવામાં આવતા ગુણવત્તાલક્ષી શિક્ષણની સરાહના કરે છે અને સ્કૂલ બોર્ડ દ્વારા કરવામાં આવી રહેલા ઉત્તમ પ્રયત્નોનો લાભ ૧,૭૨,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને મળી રહ્યો છે.
