ક્રાઇમ

દારૂ બંધી હોવા છતાં ગુજરાત માં ધૂમ વેચાણ- કાયદો કાગળ પર?

જો જો કોઈને કહેતા - ગુજરાત માં દારૂ બંધી છે ?

દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં ધૂમ વેચાણ – કાયદો કાગળ પર?”

સ્ટોરી બાય/ ગિરીશ બારોટ
ગુજરાત રાજ્યમાં વર્ષોથી દારૂબંધીનો કાયદો લાગુ છે. સરકારના દાવા મુજબ રાજ્યમાં દારૂનું વેચાણ અને સેવન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. પરંતુ હકીકત કંઈક અલગ જ ચિત્ર દર્શાવે છે. થોડા સમય પહેલા સાબરમતી પોલીસ સ્ટેશનમાં એક જાગૃત નાગરિક દ્વારા બુટલેગર નો દારૂ ની પેટીઓ હેરાફેરી કરે છે તેવો વીડિયો વાયરલ થયો હતો અને આ દારૂ ની પેટી શેરુ નામના સ્ખ્સ ની હતી અને એના ઉપર મેદુ નામનો શખ્સ જે કુલદીપ શીહ ને ફોન પર વાત કરતો ઓડિયો વાયરલ થયો હતો આ સમગ્ર ઘટના અંગે વાત કરવામાં આવે તો અમદાવાદ સહિત અનેક શહેરોમાં દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાના આરોપો લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે કેટલાક વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂ સપ્લાય થતો હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે.
સ્થાનિક લોકો કહે છે કે,
“દારૂબંધી માત્ર કાગળ પર જ દેખાય છે, જમીન પર હકીકત બીજી છે.”
સૂત્રો મુજબ કેટલાક બૂટલેગરો દ્વારા હોમ ડિલિવરી સુધીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મોબાઇલ ફોન પર ઓર્ડર આપો અને થોડા સમયમાં દારૂ ઘેર પહોંચી જાય – એવો ગેરકાયદેસર નેટવર્ક ચાલી રહ્યો હોવાનો દાવો કરવામાં આવે છે.
પ્રશ્ન એ પણ ઉઠે છે કે જો રાજ્યમાં દારૂબંધી છે તો આટલો મોટો ગેરકાયદેસર વેપાર કેવી રીતે ચાલી રહ્યો છે? શું આ બધું સ્થાનિક તંત્રની નજરથી દૂર છે કે પછી ક્યાંક નબળી કાર્યવાહીનો લાભ ઉઠાવવામાં આવી રહ્યો છે?
સામાજિક કાર્યકરોનું કહેવું છે કે દારૂબંધીનો કાયદો કડક રીતે અમલમાં મુકવામાં આવે તો આ ગેરકાયદેસર વેપાર પર રોક લગાવી શકાય.
હવે જોવાનું એ રહેશે કે સરકાર અને પોલીસ તંત્ર આ મુદ્દે કેટલું ગંભીર પગલું લે છે.
આ મુદ્દે સૌથી મોટો પ્રશ્ન એ છે:
શું ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ છે?

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button