4 વર્ષ ની બાળકી સાથે દુષ્કર્મ અને અપહરણ ની ઘટના
4 વર્ષ ની બાળકી સાથે દુષ્કર્મ અને અપહરણ ની ઘટના
સુરત સચિન જીઆઈડીસીમાં રહેતા શ્રમજીવી પરિવારની 4 વર્ષની બાળકી રાત્રે પિતા સાથે ઘર નજીક રામલીલા જોવા ગઇ હતી, ત્યારે પિતા આરતી લેવા માટે જતા ભીડમાંથી અજાણ્યાએ બાળકીનું અપહરણ કર્યું હતું. પરિવાર આખી રાત શોધખોળ કરતું રહ્યું અને ગત રોજ સવારે ચાર વાગે બાળકી કડકડતી ઠંડીમાં જાતે જ ઘરે આવી હતી. બાળકીને સમજાવીને પરિવાર દ્વારા પૂછતા તેણે પોતાની સાથે તમાચા મારી ચપ્પુની અણીએ દુષ્કર્મ તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસને જાણ કરતા અજાણ્યા વિરૂદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે સમગ્ર વિસ્તારના સીસીટીવીની તપાસ હાથ ધરી હતી. જેમાં એક શંકાસ્પદ યુવક કેદ થઈ ગયો છે. હાલપોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
બનાવ ની વિગત
મૂળ બિહારનો પરિવાર સચીન જીઆઈડીસીમાં રહે છે. પરિવારમાં પત્ની ઉપરાંત 4 વર્ષની દીકરી. રાત્રે 11 વાગ્યા બાદ 4 વર્ષ ની દીકરો તેના પિતા સાથે ઘરેથી આશરે 100 મીટરના અંતરે રામલીલા જોવા ગઈ હતી. તેના પિતા આશરે પોણા 12 વાગે આરતી લેવા ગયા ત્યારે દિકરી નો હાથ છોડ્યો હતો. એકાદ મિનિટમાં આરતી લઈને પિતા દીકરી પાસે આવ્યો ત્યારે દીકરી ન હતી. પિતા અને અન્યોએ શોધખોળ કરી પરંતુ દીકરી મળી ન હતી. રાત્રે બધાં લોકોએ આસપાસ જોઈ પરંતુ સગડ સમાચાર મળ્યાં ન હતાં. સવારે ચાર વાગ્યે દીકરી જાતે ઘરે આવી હતી. ત્યારબાદ પણ પરિવારે પોલીસને જાણ કરી ન હતી. 4 વર્ષ ની દીકરી ને ગુપ્ત ભાગે લોહીનાં ડાઘ હતા. આશરે 11:30 કલાકે પિતાએ પોલીસને જાણ કરી હતી. બાળકીને બપોરે 3:00 કલાકે સારવાર માટે સિવિલમાં લવાઇ હતી. પોલીસે આ ગુનામાં અજાણ્યા આરોપી વિરુદ્ધ અપહરણ – બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળનો ગુનો નોંધી ટીમ બનાવી આરોપીની શોધખોળ આદરી છે.
નૈતિક સમાચાર (NS NEWS)