ગુજરાતદેશ દુનિયા

ભાજપ ના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ને નથી રહ્યો પોલીસ નો ડર ? નથી રહ્યો સરકાર નો ડર ? MLA મધુ એ મીડિયાકર્મી ઉપર હૂમલો કર્યો ! જોવો વીડિયો માં

ભાજપ ના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ને નથી રહ્યો પોલીસ નો ડર ? નથી રહ્યો સરકાર નો ડર ? MLA મધુ એ મીડિયાકર્મી ઉપર હૂમલો કર્યો ! જોવો વીડિયો માં

   (મીડિયા કર્મી ઉપર હુમલો કરતા ધારાસભ્ય મધુ)

નથી રહ્યો મધુ ને કોઈ નો ડર ??
મીડિયા કર્મી ઉપર ખુલ્લે આમ અભદ્રભાષા બોલી,હુમલો કર્યો !

પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ આજે દાદાગીરી અને લુખ્ખાગીરી કરી રહ્યા છે. ત્યારે દેશના ચોથા સ્તંભ કહેવાતા મીડિયા પર હુમલો કર્યો હતો. અને બિભત્સ ભાષાનો પ્રયોગ કર્યો હતો. ત્યારે શું આવા પ્રતિનિધિ જે મીડિયા પર હુમલો કરે છે તે પ્રજાની વાત સાંભળતા હશે?
ભાજપના ધારાસભ્ય મીડિયા પર હૂમલો કરતા આબાદ ઝડપાઈ ગયા છે. કેમેરામાં કેદ થયેલું ભાજપના ધારાસભ્યનું આ વરવું સ્વરૂપ ખરેખર બે મિનિટ વિચારતા કરી મૂકે તેવું છે. કોના દમ ઉપર મધુ શ્રીવાસ્તવ આ દાદાગીરી કરી રહ્યો છે? શું એ ભાજપ પક્ષ, કાયદા અને વ્યવસ્થા કરતા પણ મોટો છે?

મીડિયા કર્મી દ્વારા કરાયેલ સવાલ કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મહાદેવ તળાવમાં થઇ રહેલા બાંધકામને ગેરકાયદે ગણાવ્યા અંગે પત્રકારે સવાલ પુછતાં તેઓ ભડક્યા હતા. અને કેમેરો ખેંચી પત્રકારને માં-બહેન સમી જાહેરમાં ગાળો ભાંડી હતી. જોકે મધુ શ્રીવાસ્તવએ પહેલી વાર આવી કોઇ ટોપીરીગીરી કરી હોય તેવું નથી, અગાઉ પણ પત્રકારો દ્વારા સવાલ પુછતા તેમને ગાળો ભાંડી ધમકીઓ આપી છે.

ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ખુબ પહોંચેલો વ્યક્તિ હોવાનું ચર્ચાઈ રહ્યુ છે ત્યારે આજે મંત્રી કૌશિક પટેલ સામે બળાપો ઠાલવ્યા બાદ મીડિયાકર્મી ઉપર હૂમલો કર્યો હતો, મીડિયા સામે અપશબ્દો બોલીને ગુસ્સો કરનાર જનતાના પ્રતિનિધિનું પદ ધરાવનાર મધુ શ્રીવાસ્તવને પક્ષ, કાયદો કે વ્યવસ્થા કોઈનોય ડર હોવાનું દેખાઈ નથી રહ્યો . પક્ષમાં પદ અને પ્રતિષ્ઠા કરતા વોટબેંકને આધારિત ગમે તેવા માણસોને પ્રતિનિધિ બનાવી દીધા હોવાની પણ ચર્ચા થઈ રહી છે.

https://m.facebook.com/story.php?story_fbid=2758163267563272&id=1863839916995616

મહેસૂલ વિભાગમાં કામ નથી થઈ રહ્યા અને અધિકારીઓને ઠોકવા જોઈએ જેવા અપશબ્દો સરાજાહેર બોલનાર મધુને ન પોલીસનો ડર છે ન પોલિટિશિયનનો. અરે જે જનતાએ તેને પ્રતિનિધિ બનાવ્યો છે તેનો પણ તેને ડર ન હોવાનું વીડિયોમાં ચોખ્ખુ દેખાઈ રહ્યું છે.

આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button