જાંબુવા પાસેથી મકાનમાં રાખેલ ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ
હાલમાં ચાલી રહેલ લોકડાઉન અનુસંધાને વડોદરા શહેરમાં પ્રોહી જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવાની સુચના CP શ્રી અનુપમસિંઘ ગહલૌત તથા JCP શ્રી કેશરીસિંહ ભાટીનાઓ તરફથી મળેલ હોય ક્રાઇમ બ્રાન્ચના DCP શ્રી જયદિપસિંહ જાડેજાનાઓના માર્ગદર્શન હેઠળ તેમજ કાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર શ્રી જે.જે.પટેલ તથા શ્રી એ.બી.જાડેજા નાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તથા કર્મચારીઓ કાર્યરત હતા દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સપેકટર આઇ.એમ.ઝાલાનાઓની ટીમને મળેલ માહીતી આધારે જાંબુવા જી.ઇ.બી સ્ટેશન પાસે આવેલ વેદાંત વિશ્રામ ફલેટમાં રાખેલ ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે પ્રશાંત રાજેન્દ્ર ખેરનાર નામના ઇસમને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીનું નામ સરનામું
પ્રશાંત રાજેન્દ્ર ખેરનાર રહે. વેદાંત વિશ્રામ ફલેટ જી.ઇ.બી સ્ટેશન પાસે જામ્બવા મકરપુરા વડોદરા
કબજે કરેલ મુદામાલ
(૧) ૧૮૦ મીલી ભરેલ ઇમ્પીરીયર બલ્યુ બ્રાન્ડના ઇંગ્લીશ દારૂ ભરેલ કવાટર નંગ – ૪૮ કીમત રૂપિયા ૪૮૦૦/
(ર) ૧૮૦ મીલી ભરેલ રીયા જીન બ્રાન્ડના ઇંગ્લીશ દારૂ ભરેલ કવાટર નંગ – ૪૮ કીમત રૂપિયા ૪૮૦૦/
(૩) ૫૦૦ મીલી ભરેલ કીંગફીશર બ્રાન્ડની બીયર ટીન નંગ ૭૨ કીમત રૂપિયા ૭૨૦૦/
(૪) ૫૦૦ મીલી ભરેલ કાંગારૂ બ્રાન્ડની બીયર ટીન નંગ ૭૨ કીમત રૂપિયા ૭૨૦૦/
(૫) એક મોબાઇલ ફોન કીમત રૂપિયા ૪,૦૦૦/
કુલ્લે કીમત રૂપિયા ૨૮.000/-નો મુદામાલ કબજે કરેલ છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/