ગુજરાતવ્યાપાર

ડુપ્લીકેટ એર ફ્રેશનર તેમજ એર પોકેટ બનાવનાર ઇસમને કીમત રૂપિયા 15,84,303/- ના મુદામાલ સાથે ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

ડુપ્લીકેટ એર ફ્રેશનર તેમજ એર પોકેટ બનાવનાર ઇસમને કીમત રૂપિયા 15,84,303/- ના મુદામાલ સાથે ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ


વડોદરા શહેરમા ડુપ્લીકેટ વસ્તુઓનું પ્રોડકશન કરી ગ્રાહકો સાથે વિશ્વાસધાતા છેતરપીંડી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના CP શ્રી અનુપમસિંઘ ગહલૌત તથા JCP શ્રી કેશરીસિંહ ભાટીનાઓ તરફથી મળેલ હોય ક્રાઇમ બ્રાન્ચના DCP શ્રી જયદિપસિંહ જાડેજા તથા ACP શ્રી ડી.એસ. ચૌહાણનાઓના માર્ગદર્શન હેઠળ તેમજ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર શ્રી જે.જે. પટેલ તથા શ્રી એ.બી.જાડેજાનાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ આ અંગે કાર્યરત હતા દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચના પો.સ.ઇ કે. જે.વસાવાનાઓની ટીમને મળેલ માહીતી મળેલ કે, “દશરથ કરચીયા રોડ કેતનભાઇના ખેતરમાં પતરાના શેડ વાળા પ્લોટનું ગોડાઉન બનાવેલ છે. જે ગામમાં સીતારામ એજન્સીના નામથી હીતેશભાઇ બેચરાભાઇ ગોઠીનાઓ ડાબર ઇન્ડીયા લીમીટેડના એર ફેશનર તથા ગોદરેજ કંઝુમર પ્રોડકટ લી.ના એર પોકેટનું ડુપ્લીકેટ બનાવટ કરી વેચાણ કરે છે. જે આધારે સદર કંપનીના કોપીરાઇટ હક્કોના રક્ષણ માટે નિમણક કરેલ મેનેજર શ્રી વિશાલસિંહ જાડેજાનાઓને મળેલ ઓથોરીટી આધારે સદર પ્રોડકટ ડુપ્લીકેટ હોવાનું જણાતા સદર ડુપ્લીકેટ પ્રોડકટ બનાવનાર ઇસમના ગોદામમાથી કીમત રૂપિયા ૧૫,૮૪,૩૦૩/-નો ડુપ્લીકેટ મુદામાલ કબજે કરી સદર ઇસમ
વિરૂધ્ધ ઇ.પી.કો કલમ ૪૦૬, ૪૨૦ તેમજ કોપીરાઇટ એકટ ૬૩, ૬૪, ૬૫ મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની
કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ ઇસમનું નામ સરનામું.
હીતેશભાઈ બેચરાભાઈ ગોઠી ઉ.વ ૨૬ રહે. ૩૦૧, ક્રિષ્ણા એમ્પાયર બિલ્ડીંગ રામાકાકા ડેરી સામે છાણી રોડ
વડોદરા. મુળ રહે. ગામ. આમડી ભૈરવદાદા વાસ ફળીયુ તા.ભચાઉ જી. કચ્છનાનો છેલ્લા દોઢ વર્ષથી ડુપ્લીકેટ
વસ્તુઓ બનાવી વેચાણ કરે છે.

કબજે કરેલ મુદામાલ
(૧) ડાબર ઇન્ડીયા લી. કંપનીના ડુપ્લીકેટ એર ફેશનર નંગ ૩૧૭૨૨ કીમત રૂપિયા ૧૫,૬૧,૪૦31
(૨) ગોદરેજ કન્ઝમર પ્રોડેકટ લી. કંપનીના ડુપ્લીકેટ એક પૌકીટ બોકસ નંગ-૪૯ કી રૂ. ૯૮00/
(3) રો મટીરીયલ કીમત રૂપિયા ૮૧૦૦/
(૪) એક મોબાઇલ ફોન કીમત રૂપિયા ૫,૦૦૦/
કુલ્લે કીમત રૂપિયા ૧૫,૮૪,303/-નો મુદામાલ કબજે કરેલ છે.

 

નૈતિક સમાચાર (NS NEWS)

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button