આરોગ્યગુજરાતગેજેટ એન્ડ ઓટોજીવનશૈલીદેશ દુનિયામનોરંજનરમત ગમતવ્યાપાર

કોરોનાની ખતરનાક સ્થિતિ આવવાની બાકી : WHO , દુનિયાભરની અર્થવ્યવસ્થાઓ હવે અનલોક થઇ રહી છે

કોરોનાની ખતરનાક સ્થિતિ આવવાની બાકી : WHO , દુનિયાભરની અર્થવ્યવસ્થાઓ હવે અનલોક થઇ રહી છે

કોરોના મહામારીને લીધે ઠપ પડેલી દુનિયાના મોટાભાગના દેશો હવે કોઇપણ સ્થિતિ સામે લડીને સક્રિય થવાની રાહ પર છે ત્યારે વિશ્વ સ્વાસ્થ સંગઠને કોરોના વાયરસની ખતરનાક સ્થિતિ આવી શકવાની ચેતવણી આપી છે.એકતરફ દુનિયાભરના દેશો હવે કોરોના મહામારી અને લોકડાઉનને લીધે આર્થિક તંગી જેવી મુસીબતોનો સામનો કરી રહ્યા છે. મોટા ભાગના દેશોમાંથી કરોડો લોકો નોકરી-વેપાર ગુમાવી બેઠા છે અને કંગાળ સ્થિતિનો સામે હારી બેઠા છે. દુનિયા ઘણા દેશો હજુ કોરોના મહમારી અને તેના ફેલાતા સંક્રમણ સામે લડી રહ્યા હોવાને લીધે લોકડાઉન લંબાવવાની તૈયારી કરી રહ્યા છે, તો ઘણા દેશો એવા છે જે કોરોના સંક્રમણની ચેઇન તોડી નથી શક્યા પરંતુ લોકડાઉનને લીધે ઠપ થયેલી અર્થવ્યવસ્થાને સક્રિય બનાવવા માટે લોકડાઉન ખોલી રહ્યા છે. આવી ગંભીર સ્થિતિ વચ્ચે વિશ્વ સ્વાસ્થ સંગઠને ખુલી રહેલા લોકડાઉનને લઇને ચેતવણી જાહેર કરી છે કે કોરોના વાયરસની ખતરનાક સ્થિતિ આવી શકવાની આશંકા છે, કારણ કે કોરોના મહામારી સામે જ્યાં સુધી વિશ્વભરના દેશો એકજૂટ થઇ જંગ નહીં લડે ત્યાં સુધી કોરોના મહામારી દેશોને શિકાર બનાવતુ રહેશે. બીજી તરફ અર્થતંત્ર સક્રિય કરવાના પ્રયત્નો હેઠળ ભારત સરકારે અનલોક-૨ માટે આજે ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં શાળા, કોલેજો, શૈક્ષણિક અને કોચિંગ સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય ઉડાનો, મેટ્રો રેલ, સિનેમા, જીમ, પૂલ, ધાર્મિક સમારોહ પર ૩૧ જૂલાઇ સુધી રોક લંબાવી દીધી છે. ગાઇડલાઇન મુજબ દેશભરમાં રાત્રે ૧૦થી સવારના ૫ સુધી કરફ્યુ રહેશે.

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button