Uncategorizedઆરોગ્યગુજરાતગેજેટ એન્ડ ઓટોમનોરંજન

એક તરફી પ્રેમમાં પડેલ યુવકે સોશિયલ મીડિયા નો સહારો લઈ યુવતી ને બદનામ કરવા વિકૃત હરકત કરી ! વડોદરા સાઇબર ક્રાઈમ પોલીસે યુવક ની ધરપકડ કરી.

એક તરફી પ્રેમમાં પડેલ યુવકે સોશિયલ મીડિયા નો સહારો લઈ યુવતી ને બદનામ કરવા વિકૃત હરકત કરી ! વડોદરા સાઇબર ક્રાઈમ પોલીસે યુવક ની ધરપકડ કરી.

એક તરફી પ્રેમમાં પાગલ શહેરના એક વિકૃત વિચારધારા વાળા યુવકે તેની સાથે કામ કરનારી યુવતિના બિભત્સ ફોટા સાથેનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી લોકોને રિકવેસ્ટ મોકલવાનુ શરૂ કર્યું હતુ. રિકવેસ્ટ મોકલવાની સાથે યુવક ફેક એકાઉન્ટ પરથી યુવતિના નામે લોકોને બિભત્સ મેસેજ પણ કરવાના ચાલુ કર્યા હતા. જે યુવતી ના નામે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતું તેંજ યુવતિને તેનાજ ફોટા વાળા ફેક એકાઉન્ટની રિકવેસ્ટ અને મેસેજ મળતા યુવતી એ સાઇબર ક્રાઈમ ની મદદ લીધી.
ગેંડા સર્કલ ખાતે આવેલી રેસ્ટોરેન્ટમાં કામ કરતા ભાર્ગવ કમલેશભાઈ પરમાર (રહે શાંતિ નગર, ચાણક્યપુરી સોસાયટીની બાજુમાં ન્યુ સમાં રોડ) તેની સાથે કામ કરતી યુવતી ના એક તરફી પ્રેમમાં પડ્યો હતો, એક તરફી પ્રેમમાં પડેલા યુવકે યુવતી ની છેડતી પણ કરેલ જોકે આ ઘટના બાદ પણ યુવકે યુવતિ સાથે અનેક વખત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે યુવતી તરફ થી કાઈ જવાબ ના આપતા આખરે એક તરફી પ્રેમીએ યુવતિના ફોટા સાથેનુ ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેની બદનામી કરવાનુ શરૂ કર્યું હતુ, વિકૃત યુવકે ફેક આઈડીથી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી યુવતીના બનાવટી નગ્ન ફોટા અપલોડ કરી લોકોને રિકવેસ્ટ મોકલવા લાગ્યો હતો, આ ગંભીર બાબત યુવતી ને ધ્યાને આવતા યુવતી વડોદરા સાયબર ક્રાઇમમાં પોહચી હતી. જ્યાં યુવતિએ તેની સાથે બનેલી સમગ્ર ઘટના પોલીસને જણાવી હતી કે અજાણ્યા વ્યક્તિ દ્વારા તેનુ ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી પ્રોફાઇલના પિક્ચર પર મોર્ફ કરેલો નગ્ન ફોટોઓ મૂકી તેને તથા તેના મિત્રને મેસેજ મોકલવામાં આવતા હતા. મેસેજમાં લખવામાં આવ્યું હતું કે, તારા પર રેપ કરી ફોટા ખેચીસ. અને પછી સોશિયલ મીડિયા પર વાઇરલ કરીશ. તેમજ કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ. સમગ્ર માહિતી અને યુવતી ની ફરિયાદ પગલે સાયબર ક્રાઈમ પોલીસ એક્શનમાં આવી હતી અને ટેક્નિકલ સોર્સીસના આધારે એક તરફી પ્રેમમાં પડેલા વિકૃત યુવકને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો હતો. એક તરફી વિકૃત પ્રેમી યુવક નો કોરોના રિપોર્ટ કરાવવામાં તજવીજ હાથ ધરી આગળ ની કાર્યવાહી કરતી વડોદરા સાઇબર ક્રાઈમ પોલીસ.

 

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button