શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના સાબરકાંઠા દ્વારા માં પદ્માવત વિશે બનેલ ફિલ્મ ના આંદોલનકારી યુવાનો નું સન્માન કરવામાં આવ્યું, તેમજ ગાંધીજી ની પ્રતિમા ને સુત્તર ની આંટી પહેરાવવામાં આવી,
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના સાબરકાંઠા દ્વારા માં પદ્માવત વિશે બનેલ ફિલ્મ ના આંદોલનકારી યુવાનો નું સન્માન કરવામાં આવ્યું, તેમજ ગાંધીજી ની પ્રતિમા ને સુત્તર ની આંટી પહેરાવવામાં આવી,
માં પદ્માવતી મુદ્દે આંદોલનકારી યુવાનો પર સરકાર દ્વારા કેસો કરેલ છે, રાજપૂત યુવાનો મા પદ્માવત ના સન્માન માટે આંદોલનના માર્ગે હતા, નહિ કે કોઈ નિઝી સ્વાર્થ માટે , સરકાર શ્રી દ્વારા કેસ પાછા ખેંચવાની બાહેધરી લીધી હતી, પરંતુ તે પછી કોઈ કાર્યવાહી થઈ નથી, જેથી રાજપૂત સમાજ ખૂબ આક્રોશ માં છે, કરણી સેના સાબરકાંઠા અધ્યક્ષ કુલદીપસિંહ રાઠોડ દ્વારા કહેવામાં આવ્યું કે યુવાનો પર થયેલ કેશ પરત લેવાનો નિર્ણય લેવામાં નહીં આવે તો ટુંક સમય માં કલેકટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવશે અને પ્રતીક ઉપવાસ આંદોલન કરવામાં આવશે,
કરણી સેના દ્વારા સાબરકાંઠા માં રાજપૂત સમાજ અગ્રણી અને આંદોલનકારી એવા ભૃગુવેદ્રસિંહ કુંપાવત , સત્યજીતસિંહ જેતાવત, વનરાજસિંહ રાઠોડ, અંકુરસિંહ રહેવર, ઘનશ્યામસિંહ રહેવર , અને ભગીરથસિંહ પઢિયાર નું સન્માન કરવામાં આવ્યું,
આ કાર્યક્રમ માં અગ્રણીઓ ઉપેન્દ્રસિંહ સોલંકી, વિરેન્દ્રસિંહ વંશ, પંકાજસિંહ જેતાવત, કલ્પેશ સિંહ સુર્યવંશી, યોગેન્દ્રસિંહ વંશ, તેમજ બીજા ભાઈઓ જોડાયા હતા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/