આરોગ્યગુજરાતજીવનશૈલીદેશ દુનિયારાજકારણ

હાથરસ પર ભાજપના નેતાનું શરમજનક નિવેદન,  શેરડી-મકાઈના ખેતરમાં જ કેમ છોકરી મળે છે? : રંજીત ,

હાથરસ પર ભાજપના નેતાનું શરમજનક નિવેદન,  શેરડી-મકાઈના ખેતરમાં જ કેમ છોકરી મળે છે? : રંજીત ,

હાથરસ કિસ્સાને ધ્યાનમાં રાખીને ભાજપના ઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લાના એક ભાજપના નેતાએ શરમજનક નિવેદન કર્યું છે. દલિત યુવતી સાથે ગેંગરેપ મામલે તેમણે આરોપીઓને નિર્દોષ ગણાવ્યા છે અને કહ્યું છે કે, આ પ્રકારની છોકરીઓ ધાનના ખેતરમાંથી મરેલી કેમ નથી મળતી? તે ઘઉંના ખેતરમાંથી કેમ મરેલી કેમ નથી મળતી, શું તેમના મરવાની જગ્યા આ એ જ (શેરડી, મકાઈના ખેતરનો ઉલ્લેખ) હોય છે. ભાજપના નેતા આટલેથી ના અટક્યા. તેમણે આરોપીઓને નિર્દોષ ગણાવી દીધા અને કહ્યું કે તેમને છોડી દેવામાં આવે. તેમણે કહ્યું કે જો માનવામાં આવે કે છોકરીની તપાસમાં નિર્દોષ મળ્યા છો તેમની જેલમાં વિતેલી જવાની કોણ પાછી આપશે? ભાજપના નેતાનું આ નિવેદન ઘણું જ વાયરલ થઈ રહ્યું છે. લોકોએ આ મામલે ભાજપના નેતાની ભારે નિંદા કરી રહ્યા છે. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ ટિ્‌વટ કરીને ભાજપના નેતાને આદિમ અને બીમાર માનસિકતાવાળા ગણાવ્યા છે. શર્માએ કહ્યું કે તેઓ કોઈ પણ પાર્ટીના નેતા કહવડાવવા લાયક નથી, અને તેમને નોટિસ મોકલી રહી છું. રંજીત શ્રીવાાસ્તવ નામના આ નેતા બારાબંકીમાં નગરપાલિકામાં ચેરમેન છે. સોશિયલ મીડિયા પર વાયરસ વીડિયોમાં ભાજપના નેતા હાથરસ પીડિતાનો ઉલ્લેખ કરતા જણાવે છે, છોકરીએ છોકરાને બાજરીના ખેતરમાં બોલાવી હશે કારણ કે પ્રેમ પ્રસંગ હતો. આ બધી બાબતો સોશિય મીડિયા પર અને ચેનલો પર પણ છે. આ રીતે જેટલી છોકરીઓ મળે છે, તે આ જ જગ્યાએ જ મળે છે. આ (છોકરીઓ) શેરડીના ખેતરમાંથી મળે છે, વટાણાના ખેતરમાં, મકાઈના ખેતરમાં કેમ મળે છે, ભાજરીના ખેતરમાં મળે છે. એ નાળામાથી મળે છે, ઝાડીઓમાંથી મળે છે. જંગલમાંથી મળે છે. ભાજપના નેતાએ દાવો કર્યો કે છોકરીઓ નિર્દોષ છે, સીબીઆઈ તપાસમાં પણ થઈ ગઈ છે. તેમને છોડી દેવામાં આવે નહીં તો માની લેવામાં આવે કે તપાસમાં તેઓ નિર્દોષ મળ્યા છે છતાં તેમણે જવાની જેલમાં વિતાવવી પડશે, તેમને જે માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે, તેમની સાથે જેલમાં જે થશે તે પછી કોણ પાછું આપશે? તેમની જવાની કોણ પાછી આપ? તેમને સહાયતા કોણ કરશે? તેમણે કહ્યું, હું યોગીજીને એકવાર ફરી નિવેદન કરવા માગું છું કે તેમને (પીડિતાના પરિવાર) પ્રોત્સાહન ના આપવું જોઈએ.

 

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button