વડોદરા જીલ્લા નું સૌથી મોટું માટી કૌભાંડ થયાના આક્ષેપ! મુંબઇ દિલ્લી એક્સપ્રેસ હાઇવે માં માટી ચોરી નું કરોડું નું કૌભાંડ! શુ વડોદરા ખાનખણીજ વિભાગ અજાણ છે??
વડોદરા માથી પ્રસાર થઈ રહેલા મુંબઈ દિલ્હી એક્ષપ્રેસ રોડ ના પુરાણ કરવા માટે અનગઢ ગામે માટી ખોદ કામ મા ગુજરાત નુ સૌથી મોટુ માટી કૌભાંડ કરવામાં આવ્યું ના આક્ષેપ
L&T કંપની અને તેના પેટા કોન્ટ્રાકટ દ્વારા સરકારી નિયમો નેવે મૂકી કૌભાંડ આચર્યું, ગૌચર જમીન અને માલિકી ની જમીન મા સરકારની કરોડો રૂપિયા ની રોયલ્ટી ચોરી કરવામાં આવી છે, જે સર્વે નંબર માં માટી ખોદવાની પરવાનગી આપી હતી તેના શિવાય ના કેટલાક સર્વે નંબર માં માટી નું ગેરકાયદેસર ખોદાન કરવામાં આવ્યું છે, સાથે સાથે કરોડો ની રોયલ્ટી ની ચોરી કરવામાં આવી છે તેવા આક્ષેપો ગ્રામજનો એ કર્યા હતા,
પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ રાજ્ય કક્ષા ના મંત્રી ઉપેન્દ્રસિંહ ગોહિલ દ્વારા અનગઢ ખાતે ગેરકાયદેસર ચાલતું માટી કૌભાંડ અટકાવી દેવામાં આવ્યું હતું,
ઉપેન્દ્રસિંહ એ જણાવ્યું હતું કે એક્સપ્રેસ રોડ બની રહ્યો છે એ સારી વાત કહેવાય પણ આ રોડ બનાવવામાં જે ગેરકાયદેસર માટી નું ખનન કરી ને કરોડો રૂપિયા ની રોયલ્ટી ની ચોરી કરતા લોકો સામે ચોક્કસ કાયદાકીય પગલાં લેવા જોઈએ,
15 થી 20 ફૂટ માટી ખોદવાની પરવાનગી વડોદરા ખાન ખનીજ વિભાગ દ્વારા આપવામાં આવી હતી, પરંતુ કૌભાંડ આચરનાર કોન્ટ્રાકટર અને સરકારી બાબુઓ ની મિલીભગત થી 80 થી 90 ફૂટ માટી નું ખોદકામ કરવામાં આવ્યું છે
વડોદરા ખાન-ખનીજ વિભાગ ના કમિશનર નીરવ બારોટ આ કૌભાંડ થી અજાણ હોય તેવું લાગી રહ્યું છે,
વડોદરા ના હદ વિસ્તાર માં આવતા અનેક ગામડાઓ માં આવુ કૌભાંડ આચર્યું હોવાની આશંકા,
વધુ માં ગ્રામજનો ના જણાવ્યા અનુસાર હજારો લાખો મેટ્રિકટન માટી ની ચોરી કરવામાં આવી છે, અને માટી ની રોયલ્ટી ની પાવતી પણ નીકાળવામાં નથી આવી, દિવસ રાત 24 કલાક માટી નું ખોદકામ કરવામાં આવે છે,
પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ઉપેન્દ્રસીંહ ગોહિલે આ કૌભાંડ અટકાવતા L&T ના પેટા કોન્ટ્રાકટર એ કલેકટર કચેરી જઈ આત્મહત્યા કરવાની ધમકી પણ આપેલ હતી, આ પેટા કોન્ટ્રાકટર રાજ્ય માં ઉચ્ચ લેવલ નો હોદ્દો ધરાવનાર સરકારી ઓફિસર નો ભાઈ છે, પોતાના સરકારી અધિકારી ભાઈ ની મદદ થી કોન્ટ્રાકટર કરોડો નું કૌભાંડ કરી નાખ્યું તેવી વાતો વહેતી થઈ છે.
આજ રોજ વડોદરા ના કોર્પોરેટર અમીબેન રાવત સાથે પૂર્વ કોર્પોરેટર નરેન્દ્રભાઈ રાવતે સ્થળ ની મુલાકાત લીધી હતી.
સામાજિક કાર્યકર્તા વિનુભાઈ ગોહિલ, ભુપેન્દ્રસિંહ ગોહિલ(ભલાભાઈ) અને પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ઉપેન્દ્રસીંહ ગોહિલે એ આ સમગ્ર કૌભાંડ બબાતે તારીખ 15/03/2021 ના રોજ વડોદરા કલેક્ટર ને રજુઆત કરવા જવાનું જણાવ્યું હતું
આજુ બાજુના ખેડૂતો નો વિચાર કર્યા વિના અને કરોડોની રોયલ્ટી ચોરી કરવામાં આવિ છે.
રોડ નું નિર્માણ કરી રહેલ L&T અને તેના પેટા કોન્ટ્રાકટ દ્વારા અનગઢ, ફાજલપુર, કોટના,શેરખી,જસાપુરા, ભીમપુરા, સિંધરોટ, અમ્પાડ,રાયપુરા, જેવા કેટલાય ગામડાઓ માંથી ગૌચર સરકારી અને માલિકી ની જમીનો માંથી કરોડો રૂપિયા નું માટી કૌભાંડ કરવામાં આક્ષેપો લાગ્યા છે,
ગેરકાયદેસર માટી ખોદાન કરવાથી ગામ ની ની નજીક ના કોતર વિસ્તાર ઊંડા થઈ ગયેલ છે, આના લીધે વરસાદી ઋતુ માં ગામડાઓ માં પુર આવવાની શક્યતા દેખાઈ રહી અને પશુ પક્ષીઓ અને માનવ ને પણ નુકસાન થવા ના એંધાણ દેખાઈ રહ્યા છે,
જો વાત કરવામાં આવે રોયલ્ટી ની તો કેટલાય માથાભારે તત્વો દ્વારા બેફામ રોયલ્ટી લીધા વગર રેતી અને માટી નું ખનન કારવામાં આવતું હોય છે, કૌભાંડ કરનારાઓ એક રોયલ્ટી ઉપર આશરે 3 થી 5 ગાડીઓ ની ટ્રીપો લગાવતા હોય છે, વડોદરા માં દિવસે ને દિવસે વધતું ગેરકાયદેસર ખનન માટે કોણ જવાબદાર, ભૂતકાળ માં ગેરકાયદેસર મહિસગાર નદી માંથી પણ લાખો ની રેતી નું ખનન થતું હોવાના સમાચારો પ્રકાશિત થયા હતા, પરંતુ વડોદરા ખાન ખનીજ વિભાગ દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી ના થતી હોવાથી ખનન માફિયા બેફામ બન્યા છે.
આર્યનસિંહ ઝાલા
NS NEWS(નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/