રાજકારણ

5 state assembly election results 2021 LIVE: બંગાળનાં શરૂઆતનાં પરિણામમાં TMC 200ને પાર, મનાઈ બાદ પણ કાર્યકર્તાઓની ઉજવણી

5 state assembly election results 2021 LIVE: દેશનાં પાંચ રાજ્યનાં બહુ ગાજેલા ચૂંટણી જંગનું પરિણામ આજે છે અને આજે મુખ્ય પક્ષો વચ્ચે થનારા બળાબળનાં પારખા પણ ખબર પડી જશે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે જે પ્રકારે કાંટાની ટક્કર થઈ છે અને એગ્ઝિટ પોલ પણ પચાસ ટકાનાં બેઝ પર છે ત્યારે આજનાં પરિણામો પર સૌ કોઈની નજર મંડરાયેલી છે.

દેશના પાંચ રાજ્ય (પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ, પુડુચેરી અને તમિલનાડુ)માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો માટે મતગણતરી ચાલુ છે. પરિણામ સાથે તે જાણવા મળશે કે મમતા બેનર્જી બંગાળના કિલ્લાને બચાવવામાં સફળ થયા કે ભાજપે ત્યાં ખેલા કરી નાખ્યો. આ સાથે નજર આસામ પર પણ છે, જ્યાં ભાજપ સત્તા બચાવવા પ્રયાસ કરી રહી છે. આ સિવાય કેરળ, પુડુચેરી અને તમિલનાડુના પરિણામો પણ નજર બનેલી છે.

કેરળની વાત કરીએ તો, પિનરાઈ વિજયનની પાર્ટી એલડીએફ ફરીથી સરકાર બનાવી શકે છે, તમામ એક્ઝિટ પોલ આ દાવો કરી રહ્યા છે. તમિલનાડુમાં ડીએમકેને સત્તા મળે તેવી સંભાવના છે. કોંગ્રેસ અને ભાજપ પાસેથી પુડ્ડુચેરીની સત્તાની ચાવી કોને મળશે, તે પણ આજે જાણવામાં આવશે.

West Bengal ની 294, તમિલનાડુની 234, અસમની 126, કેરળની 140 અને પુડુચેરીની 30 બેઠકો પર મતદાન થયું હતું.
પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં સૌથી વધુ તબક્કામાં ચૂંટણી યોજાઇ હતી. આ વખતે ટીએમસી અને ભાજપ વચ્ચે મુકાબલો છે. કેટલાંક એક્ઝિટ પોલમાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર ફરી પરત આવવાનું દર્શાવ્યું હતું. જો કે, ભાજપનો દાવો છે કે તે 200 થી વધુ બેઠકો જીતી લેશે.

અસમ વિશે વાત કરીએ તો એક્ઝિટ પોલમાં ભાજપનું સ્થાન મજબૂત હોવાનું કહેવાય છે. પુડ્ડુચેરીમાં યુપીએ અને કેરળમાં એલડીએફને ભારે ગણાવ્યું છે. એક્ઝિટ પોલની વાત કરીએ તો એઆઈએડીએમકે સરકાર તમિલનાડુમાં ફરી શકે છે. જો કે વાસ્તવિક પરિણામો રવિવારની રાત સુધીમાં જાણી શકાશે. આ તમામ અપડેટ માટે અમારી આ પોસ્ટ વાંચતા રહો અને એક જ જગ્યા પરથી આપને મળશે 5 રાજ્યનાં પરિણામ.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button