ભારત

‘છૂટાછેડા માંગવા એક વાત છે, પરંતુ પતિની આજીવિકા છીનવી લેવાનો પ્રયાસ વધુ ગંભીર’; પત્નીની અરજી પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે વૈવાહિક વિવાદો દરમિયાન પતિના નોકરીદાતા (Employer)ને ફરિયાદ મોકલવાની વધતી જતી પ્રવૃત્તિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે જણાવ્યું કે છૂટાછેડાની માંગ કરવી એક બાબત છે, પરંતુ પતિની આજીવિકા છીનવી લેવાનો પ્રયાસ કરવો તેનાથી પણ વધુ ગંભીર બાબત છે.

જસ્ટિસ બી.વી. નાગરત્ના અને આર. મહાદેવનની ખંડપીઠે જણાવ્યું કે જો પત્નીની ફરિયાદના કારણે પતિની નોકરી જતી રહે, તો તેની સીધી અસર અંતે ભરણપોષણ (મેન્ટેનન્સ)ના દાવા પર પણ પડી શકે છે. આવા પગલાં બંને પક્ષોના હિતમાં નથી.

આ ટિપ્પણી ત્યારે કરવામાં આવી હતી જ્યારે કોર્ટ એક મહિલાની ટ્રાન્સફર અરજી પર સુનાવણી કરી રહી હતી. મહિલાએ પોતાના પતિના મિત્ર દ્વારા દાખલ કરાયેલા માનહાનિના કેસને આસામમાંથી ગાઝિયાબાદ (ઉત્તર પ્રદેશ)માં સ્થાનાંતરિત કરવાની માંગ કરી હતી.

સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે વૈવાહિક વિવાદોના ઉકેલ માટે પતિના નોકરીદાતાને વિવાદમાં ખેંચવો યોગ્ય નથી. કોર્ટે સંકેત આપ્યો કે આવી ફરિયાદો કોઈપણ વ્યક્તિની નોકરી અને આજીવિકા પર ગંભીર અસર કરી શકે છે.

સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીને વૈવાહિક કેસોમાં સંતુલિત અને જવાબદાર કાનૂની પ્રક્રિયા અપનાવવાની જરૂરિયાત અંગેનો મહત્વપૂર્ણ સંદેશ માનવામાં આવી રહ્યો છે.

Related Articles

Back to top button